મોરબી : બી.ડીવીઝન પોલીસે ગઈ કાલે મહેન્દ્રનગર ચોકડી પાસેથી બાઈક પર પસાર થતા હિતેશ ઉર્ફે મોઢાયો ચન્દ્રકાન્ત ધોળકિયા (ઉ.28)ને રોકી તલાસી લેતા તેની પાસથી ૨૬ નંગ વિદેશી દારૂના ચપલા કીમત રૂ. ૭,૮૦૦ અને મોટર સાઈકલ કિમંત રૂ. ૫૦,૦૦૦ સહીત કુલ રૂ. ૬૦,૯૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો. તેમજ આ દારૂનો જથ્થો પોતાને મોરબીના જોન્સનગર,લાતીપ્લોટ શેરી-૮ માં રહેતા શાહરૂખ આરીફભાઈએ વેચાણ કરવા આપ્યાની કબુલાત આપતા પોલીસે શાહરૂખને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે. [caption id='attachment_4884' align='aligncenter' width='233'] ફાઈલ ફોટો[/caption]