મોરબી : વિશ્વ હિંદુ પરિષદની જીલ્લા બેઠક વાંકાનેરના ગાયત્રી મંદિર ખાતે ગઈકાલે મળી હતી. જે બેઠકમાં સંગઠનના નવા હોદેદારોની વરણી કરીને જવાબદારી સોપવામાં આવી હતી. વિશ્વ હિંદુ પરિષદની બેઠકમાં જીલ્લા મંત્રી હસુભાઈ ગઢવી દ્વારા વિશ્વ હિંદુ પરિષદ મોરબી શહેરના ઉપપ્રમુખ તરીકે પંકજભાઈ પ્રાગજીભાઈ બોપલીયા અને મોરબી શહેર સહમંત્રી તરીકે આશિષસિંહ અનોપસિંહ જાડેજાની વરણી કરવામાં આવી હતી. ત્યારે નવા હોદેદારોને વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળના આગેવાનો અને કાર્યકરોએ શુભેચ્છા પાઠવી હતી. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne