વિઆન્સ ગ્રુપ આયોજિત ક્રિસમસ કાર્નિવલ, રવાપર ચોકડી સ્થિત ઓમ પાર્ટી પ્લોટ ખાતે 31 ડિસેમ્બર સુધી ચાલશે મોરબી : મોરબીના આંગણે ક્રિસમસ તહેવારને પગલે સૌ પ્રથમ વખત વિઆન્સ ગ્રુપ દ્વારા યોજાયેલ ક્રિસમસ કાર્નિવલને મોરબીના લોકોએ બહોળો પ્રતિસાદ આપ્યો છે અને દરરોજ હજારો લોકો આ કાર્નિવલને માણવા આવી રહ્યા છે, જો કે ક્રિસમસ કાર્નિવલ ફક્ત 31 ડિસેમ્બર સુધી જ ચાલનાર હોય દરરોજ સાંજ પડ્યે હકડેઠઠ માનવ મહેરામણ ઉમટી રહ્યો છે. મોરબીના વિઆન્સ ઇલેક્ટ્રોનિક્સ દ્વારા શહેરના રવાપર ચોકડી સ્થિત ઓમ પાર્ટી પ્લોટ ખાતે ૨૫થી ૩૧ ડિસેમ્બર દરમિયાન સવારે ૧૦થી રાત્રે ૯ વાગ્યા સુધી બાળકોથી લઈ મોટેરાઓ માટે શોપિંગ કમ ફેનફેર કમ ફેમિલી એન્ટરટેઇન્મેન્ટ માટે અનેરું આયોજન કરાતા મોરબીની શોખીન પ્રજાએ જબરો પ્રતિસાદ આપ્યો છે અને દરરોજ હરવા ફરવાની સાથે લોકો ધૂમ ખરીદી પણ કરી રહ્યા છે. મોરબીમાં યોજાયેલ આ શોપિંગ કાર્નિવલમાં નાના બાળકોથી લઈ મહિલાઓ પુરુષો, વડીલો તમામ માટે કઈને કઈ છે, અહીં એક જ સ્થળેથી લોકોને મિક્સર, ટીવી, ફ્રીઝ, એસી, માઇક્રોવેવ, મોબાઈલ, સ્માર્ટ ટીવી, વોશિંગ મશીન, ઇસ્ત્રી, કેમેરા સહિતના ઇલેક્ટ્રોનિક ઉપકરણોની સાથે સાથે ટુ વ્હીલર થી લઈ અનેક ચીજ વસ્તુઓ એક જ જગ્યાએથી પસંદ કરવાનો અને એ પણ બ્રાન્ડ ટુ બ્રાન્ડમાં મહત્તમ ૩૫ ટકા સુધીનું ડીસ્કાઉન્ટની પણ ઓફર આપવામાં આવી રહી છે. ક્રિસમસ શોપિંગ કાર્નિવલ ફેસ્ટિવલ અંગે આયોજક અને વિઆન્સ ઇલેક્ટ્રોનિક્સના માલિક સન્નીભાઈએ જણાવ્યું હતું કે કાર્નિવલમાં આવનાર લોકોને ન માત્ર ખરીદીનો આનંદ મળે છે બલ્કે દરરોજ સાંજે ૪ થી ૬ દરમિયાન બહેનો માટે ફ્રી માઇક્રોવેવ કુકિંગ કલાસીસ, ટિપ્સ, ફ્રી મહેંદી અને ફ્રી ટેટુનો લાભ પણ આપવામાં આવી રહ્યો છે ઉપરાંત નાના બાળકો માટે તો આ શોપિંગ ફેસ્ટિવલ શાંતાક્લોઝ અને કાર્ટૂન કેરેકટર જલસા કરાવી રહ્યા છે સાથે ઝંપિંગ સહિતના વિવિધ રાઇડસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ક્રિસમસ શોપિંગ કાર્નિવલમાં આવનાર તમામ મુલાકાતીઓ માટે જુદા - જુદા ઇલેક્ટ્રોનિક્સ સહિતના ઉપકરણોમાં ૩૫ % સુધી બ્રાન્ડ ટુ બ્રાન્ડ ડીસ્કાઉન્ટ ઉપરાંત સ્ક્રેચ કાર્ડ, શ્યોર ગિફ્ટ, દરરોજ પાંચ ઈનામી ડ્રો અને શોપિંગ કાર્નિવલના સમાપન સમારોહમાં મેગા ડ્રો નો લાભ પણ ગ્રાહકોને મળશે તદ ઉપરાંત આકર્ષક કેશબેક ઓફર અને જીરો ટકા વ્યાજ દરે સ્પોટ ફાયનાન્સ સુવિધા પણ ઉપલબ્ધ છે.મોરબીમાં પ્રથમ વખત જ યોજાયેલ ક્રિસમસ શોપિંગ કાર્નિવલને હાલમાં અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડી રહ્યો છે ત્યારે આ ક્રિસમસ કાર્નિવલ સમાપન તરફ આગળ વધી રહ્યો હોય અને ફક્ત 31 ડિસેમ્બર સુધી જ ચાલનાર હોય ત્યારે વધુને વધુ મોરબીના લોકો આ આયોજનનો લાભ લેવા વિઆન્સ ગ્રુપના સન્નીભાઈએ અનુરોધ કર્યો છે.