ફ્રુટનો વેપાર કરતા મોરબીના શખ્સ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હળવદ : મોરબીના ફ્રૂટના વેપારીએ હળવદની યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ ગુજારતા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીમાં રહેતા અને ફ્રૂટનો વેપાર કરતા ફારૂક સિપાઈ નામના આરોપીએ હળવદમાં રહેતી એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ ગુજારતા હળવદ પોલીસ મથકમાં આરોપી ફારૂક સિપાઈ વિરુદ્ધ આઇપીસી કલમ 376 મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો હોવાનું હળવદ પીઆઇ એમ.વી.પટેલે જણાવ્યું હતું.