તાંત્રિકવિધિ કરી એકના ડબલ રૂપિયા કરી દેવાની લાલચમાં વેપારીએ દસ લાખ ગુમાવ્યા હતા : અગાઉ ચાર આરોપી ઝડપાયા હતા મોરબી : મોરબીના ટાઈલ્સના વેપારીને એકના ડબલ કરી દેવાની લાલચ આપી તાંત્રિકવિધિના બહાને પૂર્વ આયોજિત કાવતરું રચી રૂપિયા 10 લાખની છેતરપિંડી કરનાર કુખ્યાત વળી ગેંગના સુત્રધાર ભેજાબાજ જાલમનાથને ગઈકાલે તાલુકા પોલીસે માંકનસરમાંથી ઝડપી લીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના જતીનભાઈ દુર્લભજીભાઈ જીવાણી નામના ટાઈલ્સના વેપારીને ભેજાબાજ વાદીગેંગના સભ્યોએ એકના ડબલ કરી ધન અપાવવાની લાલચ આપીને જામનગરના જોડિયા ખાતે વિધિ કરાવી હતી. આ વિધિ દરમિયાન તેમના એક સાગરીત પાસેથી મોઢામાં લોહી નીકળતું હોય તેવું એક નાટક કરાવ્યું હતું. બાદમાં ચારેય શખ્સોએ એવી ધમકી આપી હતી કે તમારી વિધિ દરમિયાન આ વ્યક્તિની તબિયત ખરાબ થઈ ગઈ છે અને ટૂંક સમયમાજ તેનું મૃત્યુ થનાર છે. જો તેનું મૃત્યુ થશે તો તમારી સામે ગુનો નોંધાશે. આ પ્રકારનો ડર બતાવીને ચારેય શખ્સોએ આ વ્યક્તિની તબિયત સુધારવાની વિધિ શરૂ કરાવી હતી અને રૂ. ૧૦.૫૦ લાખ અને સોના ચાંદીના દાગીના વિધિના બહાને પડાવી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત પણ વાદી ગેંગ દ્વારા વધુ રૂ. ૩.૨૮ લાખની માંગણી કરવામાં આવતા જતીનભાઈ દુર્લભજીભાઈ જીવાણીની ફરિયાદના આધારે એલસીબીએ છટકું ગોઠવી રફાળેશ્વર મંદિર પાસે આરોપીઓને બોલાવી જવેરનાથ રાજુનાથ, પઢીયાર, દિલીપનાથ કેશનાથ બામણિયા, વિરમભાઇ કાળા ભાઈ બગડા અને પ્રકાશનાથ જવેરનાથ પઢીયારને પકડી પાડ્યા હતા.અને ઇન્ડિકા કાર કિંમત રૂ. ૧.૫ લાખ, મોબાઈલ ફોન નંગ ૬ કિંમત રૂ. ૩૩,૯૯૦, સોનાનો ચેઇન કિંમત રૂ. ૫૦ હજાર મળી કુલ રૂ. ૭,૮૮,૯૯૦નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. બીજી તરફ મોરબી તાલુકા પીઅેસઅાઈ અેન.જે.રાણાઅે ગઈકાલે ચિટર ગેંગના ભેજાબાજ જાલમનાથ રાજુનાથ દેવનાથ પઢીયાર જાતે લાલવાદી (ઉ.વ.૩૩) રહે. મકનસર વાદીવાસ તા. જી. મોરબીવાળો વાદીવાસમાં અાવ્યો હોવાની બાતમી મળતા અટકાયત કરી એકના ડબલ નાણાં બનાવવા પ્રકરણમાં તમામ આરોપીઓને ઝડપી લેવાની કાર્યવાહી પૂર્ણ કરી આગળની તપાસ શરૂ કરી છે.