મોરબી : મોરબીના શનાળા રોડ પર ગોકુળધામ સોસાયટીમાં રહેતા વેપારીએ કોઈ કારણોસર ઝેરી દવાના ટિકડા ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના શનાળા રોડ પર ગોકુળધામ સોસાયટી, શિવ હરિ હોલ પાસે રહેતા અને મોરબીના માર્કેટ યાર્ડમાં દુકાન ધરાવતા સમીરભાઈ ઘનશ્યામભાઈ પોપટ (ઉ.વ.૩૯) નામના વેપારીએ પોતાની દુકાને ઘઉમા નાખવાની ઝેરી ટીકડી ખાઈ લેતા રાજકોટ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નિપજયુ હતું. એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરીને વેપારીએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તે અંગે તપાસ હાથ ધરી છે.