લોકડાઉનના જાહેરનામા અંગે અધિક કલેકટરે સ્પષ્ટતા કરી લોકોને કામ સિવાય બહાર ન નીકળવાની અપીલ કરી મોરબી : મોરબીમાં આજે લોકડાઉન છે. તેથી, લોકડાઉનના આ જાહેરનામા અંગે મોરબી અધિક કલેકટર કેતન જોશીએ સ્પષ્ટતા કરી છે કે આવશ્યક સેવા માટે નીકળતા લોકોમાં બાઇકમાં બે વ્યક્તિની અને ફોરવહીલમાં પણ બે વ્યક્તિની જ છૂટ છે. તેમ આ નિયમ વિરુદ્ધ લોકો વધુ જણાશે તો તેમના વાહનો જપ્ત કરાશે. આથી, તેમણે લોકોને કામ સિવાય બહાર ન નીકળવાની અપીલ કરી છે. કોરોનાને અંકુશમાં લેવા માટે રાજ્યભરની સાથે મોરબીમાં આત્યંરે લોકડાઉનનો અમલ ચાલી રહ્યો ત્યારે અધિક કલેકટર કેતન જોશીએ લોકડાઉનના જાહેરનામા અંગે સ્પષ્ટતા કરી હતી કે લોકોને કામ સિવાય બહાર નીકળવાની મનાઈ છે. પણ આવશ્યક સેવા માટે નીકળતા લોકોને પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે બાઇક અને કારમાં બે વ્યક્તિની જ છૂટ છે. જો કામ માટે નીકળતા લોકોમાં બાઇકમાં ત્રણ વ્યક્તિ બેઠેલા હશે તો બાઇક ડિટેઇન કરીને જપ્ત કરાશે તેમજ કારમાં બે થી વધુ વ્યક્તિ જાણશે તો એ ગાડીને ડિટેઇન કરાશે. તેથી, પોલીસની આ કડક કાર્યવાહીથી બચવા માટે મોરબીવાસીઓ લોકડાઉનના જાહેરનામાનો ભંગ ન થાય તેનું ખાસ ધ્યાન રાખે અને લોકો કામ સિવાય બહાર ન નીકળે તેવી પણ તેમણે અપીલ કરી છે. આ ઉપરાંત, જે લોકો કામ માટે બહાર નીકળે છે તેમને કામનો પુરાવો આપવો પડશે. અને પુરાવો ન આપી શકે તો તેમની સામે ગુનો દાખલ થશે. આથી, જે લોકો માટે માટે નીકળે છે એને ખાસ ધ્યાન રાખવાનું છે કે બાઇક અને કારમાં બે જ વ્યક્તિ હોવા જોઈએ, નહિતર કાર્યવાહી થશે. આથી, મોરબીવાસીઓએ ખાસ આ નિયમનું પાલન કરે તેવી અધિક કલેકટરે અપીલ કરી છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/