શાળામાં 2600 વિદ્યાર્થીઓના જન્મદિવસની ઉજવણી વૈદિક યજ્ઞથી થાય છે: આર્ય સમાજ દ્વારા વિદ્યાર્થીઓને સન્માનિત કરાયામોરબી અપડેટ : તાજેતરમાં મોરબી ખાતે આચાર્ય અજયજીનું આગમન થયું હતું. આ વિશેષ અવસરે મોરબીના સાર્થક વિદ્યામંદિરમાં એક પ્રેરણાદાયક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આચાર્ય અજયજીએ વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરી સુદર્શન ચક્રધારી કૃષ્ણ પર અર્થસભર અને મનનીય પ્રવચન આપ્યું હતું.કાર્યક્રમની શરૂઆતમાં વિદ્યાર્થીઓ દ્વારા વૈદિક યજ્ઞ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થીઓની 6 ટીમો બનાવીને તેઓની વચ્ચે વૈદિક પ્રશ્નોત્તરી યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં ભાગ લેનાર સર્વે વિદ્યાર્થીઓને આર્ય સમાજ લખધીરવાસ મોરબીના પદાધિકારીઓ દ્વારા પ્રોત્સાહિત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ સન્માન સમારોહમાં ચુડાસમા સાહેબ, મારુતિ સાહેબ, વિજયભાઈ રાવલ, વિજયસિંહ સિસોદિયા, ઉદયભાઈ આર્ય અને મહેશભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉદયભાઈ, વિજયસિંહ સિસોદિયા અને શિરીષભાઈ વગેરે આર્યો આ કાર્યમાં સતત સંપર્કમાં રહીને સહયોગ આપે છે.સાર્થક વિદ્યામંદિરની વિશેષતા એ છે કે અહીં અભ્યાસ કરતા કુલ 2600 જેટલા વિદ્યાર્થીઓના જન્મદિવસની ઉજવણી વૈદિક યજ્ઞ દ્વારા જ કરવામાં આવે છે. તેમજ શાળાની બંને પાળીમાં સવાર અને સાંજ નિયમિતપણે યજ્ઞ થાય છે. શાળામાં સંસ્કાર સિંચનની આ મુખ્ય જવાબદારી કિશોરભાઈ શુક્લ સંભાળી રહ્યા છે. તેમની સાથે વિવેકભાઈ, મયંકભાઈ, મીતભાઈ તેમજ શિલ્પાબેન ગઢવી આદિ બહેનો પણ વિદ્યાર્થીઓમાં શ્રેષ્ઠ સંસ્કારોનું નિર્માણ કરી રહ્યા છે.#Morbi #MorbiUpdate #SarthakVidyamandir #VedicYajna #AryaSamaj #MorbiNews #Education #MorbiStudents