ફાયર વિભાગે સમયસર આગ પર કાબુ મેળવતા હાશકારો મોરબી : મોરબીના વાવડીરોડ પર આવેલા ભગવતી પાર્કમાં એક મકાનમાં ગેસનો બાટલો લીક થયા બાદ આગ લાગી હતી. આગની ઘટનાથી થોડીવાર અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જોકે ગેસના બાટલામાં લાગેલી આગ પર ફાયરવિભાગે કાબુ મેળવી બાટલાને સુરક્ષીત બહાર કાઢી લેતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વાવડી રોડ પર ભગવતી પાર્કમાં સોસાયટીમાં આવેલા રહેણાંક મકાનમાં ગેસનો બાટલો લીકેજ થયા બાદ ઘરમાં આગ લાગી હતી. બનાવ અંગે મોરબી ફાયર વિભાગને જાણ થતા જ ફાયર વિભાગના કર્મચારીઓ ફાયર ફાયટર સાથે સ્થળ પર પોહચી આગ પર સમયસર કાબુ મેળવી લીધો હતો. જેના કારણે મોટી દુર્ઘટના સહેજમાં અટકી ગઈ હતી. ગેસના બાટલામાં આગ લાગવાથી થોડીવાર માટે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.જોકે ગેસના બાટલામાં લાગેલી આગ પર ફાયરવિભાગે કાબુ મેળવી બાટલાને સુરક્ષીત બહાર કાઢી લેતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.