મોરબી નગરપાલિકાના કોન્ટ્રાકટરની કમાલને કારણે ગેરેજ માલિકોનો ધંધો વધી ગયો મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર નગરપાલિકાની ઘોર બેદરકારીના પાપે રોજે -રોજ અનેક કાર ચાલકો મોતના કૂવાની જેમ જોખમ લઈ ગાડીઓ ચલાવી રહ્યા છે જેમાં દરરોજ એકાદ બે લોકોની ગાડી તો ગટરના ઢાંકણમાં ખાબકતી હોય સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વાવડી રોડ ઉપર નગરપાલિકાના કોન્ટ્રાકટર દ્વારા ભૂગર્ભ ગટરની કુંડીના ઢાંકણ હલકી ગુણવતા વાળા ધાબડી દેવામાં આવતા વાહન ચાલકો માટે જોખમ સર્જાયું છે, રસ્તાની વચો-વચ કુંડીઓના ઢાંકણમાં હલકું મટીરીયલ વાપરવાંમાં આવતા ફોરવીલ સીધી જ સળિયા તોડી કુંડીમાં ખાબકે છે અને કાર માલિકોને વિના કારણે નુકશાની સહન કરવી પડે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ દરરોજ અહીં ત્રણથી ચાર ગાડીઓ ખાડામાં ખાબકે છે અને અનેક બાઈક ચાલકો પણ ખાડામાં ખાબકી રહ્યા છે છતાં પાલિકા દ્વારા આ ગંભીર બાબતે કોઈ પગલાં લેતી ન હોય લોકોમાં રોશની લાગણી વ્યાપી છે. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='34716,34715,34714']