માળીયા : વવાણીયા ગામે આવેલ હઝરત શમનશાહપીર રહેમતુલ્લાહે ત્આલ્લા અલયહે ની દરગાહ મુબારક ખાતે દર વર્ષની જેમ આ વર્ષે તા.૧૬ને સોમવાર ના રોજ ઉર્ષની ઉજવણી કરવામાં આવનાર છે ઉર્ષ પ્રોગ્રામમાં સંદલ શરીફ અસરની નમાજબાદ ચાદર નિકળશે સંદલબાદ ન્યાય શરીફ અને રાત્રે ઇશાની નમાજબાદ મીલાદ શરીફ રાખવામાં આવેલ છે મીલાદ શરીફમાં સૈયદ અલ્હાજ નુરે ગૌષીયા અદાહે મુસ્તફા પીરે તરીકર ખલીલ અહેમદ કાદરી જીલ્લાની 7 સરકાર તકરીર અને ખાસ દુવા ફરમાવશે તથા સૈયદ શકિલબાપુ કાદરી અને આદમ મૌલાના મોરબીવાળા પોતીની નુરાની જુબાનમાં તકરીર ફરમાવશે તેવુ અખબાર યાદીમાં જણાવવામાં આવ્યુ છે.