મોરબી : મોરબીના વાવડી રોડ પર આવેલ આશાપુરા પાર્ક વિસ્તારમાં પોલોસે દરોડો પાડી રહેણાંક મકાનમાંથી ૩૭ બોટલ વિદેશી દારૂ ઝડપી લીધો હતો. જાણવા મળતી વિગતો મુજબ વાવડી રોડ પર આવેલ આશાપુરા પાર્કમાં રહેતા વિમલ મુળજીભાઈ જાદવ ઉ.૩૪ નામના શખ્સે પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂની બોલતા છુપાવી રાખી હોવાની ખાનગી બાતમીના આધારે મોરબી એ.ડીવીઝન પોલીસે દરોડો પાડતા ત્યાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૩૭ કિમત રૂ.૧૧,૧૦૦ સાથે વિમલ જાદવ નામના શખ્સની અટકાયત કરી હતી. આ મામલે એ ડિવિઝન પોલીસે પ્રોહીબિશન કાયદાની કલમો મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાયવાહી હાથ ધરી હતી. [caption id='attachment_4884' align='aligncenter' width='233'] ફાઈલ ફોટો[/caption]