મોરબી : મોરબીમાં છેલ્લા ત્રણ દિવસ સુધી મેઘરાજાએ ધીમીધારે હેત વરસાવ્યા બાદ આજે દિવસ દરમિયાન વિરામ લીધો હતો. જો કે આજે રવિવારે રાત્રીના મોરબીમાં ફરી થી મેઘસવારી આવી પોહચી હતી. રાત્રીના 9 વાગ્યા બાદ મોરબીમાં સારો એવો વરસાદ શરૂ થયો છે. સરકારી ચોપડે રાત્રીના 8 થી 10 વાગ્યા સુધીમાં મોરબીમાં 16mm વરસાદ નોંધાયો હતો. જ્યારે અન્ય તાલુકામાં વરસાદ નોંધાયો ન હતો.