ટંકારામાં વધુ એક અને માળિયામાં 1.5 ઇંચ વરસાદ રાત્રીના 12 થી સવારના 6 વાગ્યા સુધીમાં નોંધાયો મોરબી : મોરબી જિલ્લામાં મોડે મોડે પણ મેઘો મેહરબાન થયો છે. સોમવારે બપોર બાદ મોરબી જિલ્લામાં મેઘાએ હેત વરસાવાનું શરુ કરું છે. સોમવારે દિવસ દરમિયાન મોરબી અને વાંકાનેરમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યા બાદ ગત રાત્રીના 12 થી મંગળવારના સવારના 6 વાગ્યા સુધીમાં મેઘરાજાએ મેહેર કરતા મોરબી અને વાંકાનેરમાં વધુ 2.5 ઈંચ. જ્યારે ટંકારામાં એક અને માળીયા મિયાણામાં 1.5 વરસાદ નોંધાયો હતો. હળવદ સરકારી ચોપડે રાત્રીના કોરું ધાકડ રહ્યું છે. જયારે સૌથી સારા સમાચાર એ છે કે સતત વરસાદના પગલે મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમ જે સાવ તળિયા ઝાટક હતો તેમાં એક જ રાતમાં 6.5 ફૂટ નવા નીરની આવક સાથે ડેમમાં 283 એમસીએફટી પાણીનો જથ્થો ગયો છે. અને હજુ પણ ડેમમાં પાણીની આવક શરુ છે. મચ્છુ 2 ડેમમાં એક જ રાતમાં 3 મહિના ચાલુ તેટલી પીવાનું પાણી આવી ગયું છે. જેના કારણે હાલ પૂરતું મોરબી પરથી જળ સંકટ દૂર થઇ ગયું છે. જયારે મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો મોરબીમાં 5 ઇંચ, વાંકાનેરમાં 4.5 ઇંચ, ટંકારામાં 2.5 ઇંચ અને માળીયામાં બે ઇંચ વરસાદ નોંધાયો છે. મોરબી જિલ્લા વરસાદના આંકડા (મીમી) તા.17/07/2018 રાતના 12 થી સવારના 6 સુધી 1). મોરબી 68 મીમી 2). વાંકાનેર 61 મીમી 3). ટંકારા 25 મીમી 4). માળીયા 36 મીમી 5). હળવદ 00