મોરબી : મોરબીના સક્ત સનાળા ગામે વરરાજાએ લગ્નના જલસા વચ્ચે પણ મહામુલું મતદાન કરી લોકશાહીના પર્વને જીવંત રાખ્યું હતું. મોરબી ના શનાળા ગામે લગ્ન ના દિવસે વરરાજા એ મતદાન કરી પોતાની ફરજ નિભાવી હતી. મોરબી જીલ્લા મા વિધાનસભા ચુટણી ચાલી રહી હોય ઠેર ઠેર યુવાનો મા મતદાન કરવા માટે સવાર થી ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો જેમા મોરબી મા સાજ ના 4.00 વાગ્યા સુધી મા 64 ટકા જંગી મતદાન થયુ હતુ જેમા શનાળા ગામ ના રહેવાસી દિગવીજયસિહ અશોકસિંહ ઝાલા નામના યુવાન ના આજે લગ્ન હોવા છતા પોતે સમય કાઢી અને લગ્ન ના માંડવે થી શનાળા ગામ ખાતે આવેલ મતદાન મથકે માંડવીયા સાથે પહોંચી અને મતદાન કર્યુ હતુ વરરાજાએ પોતે અને અન્ય ને પણ મતદાન કરવા પ્રેરી પોતાનો અમુલ્ય અને કિંમતી મત આપી પોતાની ફરજ નિભાવી હતી.