મોરબી : મોરબીમાં વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા રાહત દરે ચોપડા વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં વરિયા પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓને નજીવા દરે ચોપડા આપવામાં આવી રહ્યા છે. મોરબીના સો ઓરડીમાં આવેક વરીયા મંદિર ખાતે વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા રાહતદરે ચોપડા વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. ધોરણ ૧ થી ૧૨ ના વિધાર્થીઓ ને રૂ.૨૦ના દરે ૪ ફુલસ્કેપ ચોપડા આપવામાં આવી રહ્યા છે. આ વિતરણ સાંજે ૪ થી ૮ દરમિયાન કરવામાં આવી રહ્યું છે.અને આ વિતરણ આવતા રવિવારે તા. 20-05-2018 ના રોજ પણ કરવામાં આવશે ઈનામ વિતરણ માટે અને ફુલસ્કેપ ચોપડા મેળવવા માટે પરિણામ ની નકલ પાછળ નામ,સરનામું, મોબાઈલ નંબર લખીને સ્થળ પર જમા કરાવીને પહોંચ મેળવી લેવા સંસ્થાની યાદીમાં જણાવાયું છે.