મોરબી : શ્રી વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ આયોજિત ધોરણ 10 અને 12 પછીની કારકિર્દી અંગે માર્ગદર્શન આપવા માટેના એક નિઃશુલ્ક સેમિનારનું આયોજન તારીખ 2/6/2019ને રવિવારના રોજ કરવામાં આવ્યું છે. તારીખ 2 જૂન 2019ને રવિવારના રોજ શ્રી વરીયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ દ્વારા ધોરણ 10 અને 12 પછી આગળની કારકિર્દી માટેના સચોટ માર્ગદર્શનના ફ્રી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારમાં ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટના એલ્યુમ્ની તેમજ 17 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા આઈટી કન્સલ્ટન્ટ ધીરજભાઈ પુજારા અને તેની ટીમ વિદ્યાર્થીઓને કારકિર્દીલક્ષી માર્ગદર્શન આપશે. આ નિશુલ્ક સેમીનારમાં કયા પ્રકારના વિશેષ સર્ટીફીકેટ કોર્સ અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ કરવા જોઈએ કે જેથી કરીને કેરિયરમાં આગળ માટેની શ્રેષ્ટ તકો ઉપલબ્ધ બને એ માટેનું માર્ગદર્શન આપવામાં આવશે. વહેલા તે પહેલાના ધોરણે વિદ્યાર્થીઓને સમાવવાના હોવાથી આ સેમિનારમાં ભાગ લેવા ઇચ્છુક વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ એ અગાઉથી નામ રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. વરિયા પ્રજાપતિ જ્ઞાતિની વાડી, યુનિટ નંબર એક, વરિયા નગર, સો ઓરડી, મોરબી ખાતે આયોજિત થનાર આ વિશેષ નિ:શુલ્ક સેમીનારમાં નામ નોંધાવવા માટે વારનેશીયા પ્રવીણભાઈ મોબાઈલ નંબર 9825641819, અનિલભાઈ અંદોદરીયા મોબાઈલ નંબર 9909912589, ભરતભાઈ બદ્રકિયા મો.નં. 9825224997, રાજુભાઈ ભોરણીયા મો.નં. 9714781688, દીપકભાઈ સખનપરા મો.નં. 9510052000, ધ્રુવકુમાર સવાડીયા મો.નં. 94089 24047 પર સંપર્ક કરવા માટે વરિયા પ્રજાપતિ જ્ઞાતિના પ્રમુખ પ્રવિણભાઈ વારનેશીયા તેમજ ઉપપ્રમુખ ગોકળભાઈ ભોરણીયાએ એક યાદીમાં જણાવ્યું છે.