મોરબી જિલ્લાના પ્રજાપતિ સમાજની ૧૦ ટીમો ટુર્નામેન્ટમાં ભાગ લેશે મોરબી : મોરબીના સજ્જનપર ગામે પ્રજાપતિ સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયુ છે જેમાં તા.૧૧ માર્ચેથી બજરંગ ઈલેવન ગ્રુપ અને એકલવ્ય ઇલેવન ગ્રુપ દ્વારા વરિયા કિક્રેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. સજ્જનપર ખાતે યોજાનાર આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોરબી, રાજકોટ, મકનસર, થાન સહિત વરિયા પ્રજાપતિ સમાજની ૧૦ ક્રિકેટ ટીમો ભાગ લેશે, આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જે કાઈ ફંડ ફાળાની આવક થશે તે આવક સમાજના હિતમા અને સમાજના સેવકાર્યોમાં વપરાશે આવા શુભ ઉદેશ સાથે આ ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવવા ઘનશ્યામભાઈ બરાસરા અને દીપકભાઈ કનસાગરા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.