મોરબી : મોરબીના સામાકાંઠે આવેલા વરિયા મંદિર ખાતે વરિયા પ્રજાપતિ મિત્રમંડળ દ્વારા આજરોજ શ્રાવણ માસના પ્રથમ સોમવારે બ્રહ્મ ભોજન કરાવવામાં આવ્યું હતું. વરિયા પ્રજાપતિ મિત્ર મંડળ દ્વારા છેલ્લા ૧૩ વર્ષથી આ રીતે શ્રાવણમાસના પ્રથમ સોમવારે બ્રહ્મભોજન કરાવવામાં આવે છે. જે મુજબ આજે 125થી વધુ બ્રાહ્મણોને જમાડવામાં આવ્યા હતા. આ રીતે શ્રાવણ માસના આગામી દરેક સોમવારે પણ વરિયા પ્રજાપતિ મિત્રમંડળ દ્વારા બ્રહ્મભોજનનો કાર્યક્રમ યોજાયો .