હળવદમાં પણ અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો મોરબી : સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ છવાયો છે. જૂનાગઢ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. ત્યારે મોરબીમાં પણ રાત્રિના ધીમીધારે એકધારો વરસાદ વરસી રહ્યો છે. સરકારી તંત્રના જણાવ્યું મુજબ શનિવારની રાત્રિના 10 થી 12 વાગ્યા સુધીમાં મોરબીમાં 19 mm, ટંકારા 16 mm અને વાંકાનેરમાં 16 mm તેમજ હળવદમાં 10 mm જ્યારે માળિયા મિયાણામાં 03 mm વરસાદ નોંધાયો હતો. નોંધ : 25 mmએ એક ઇંચ વરસાદ ગણાય