મોરબી : મોરબી જીલ્લા વન વિભાગ દ્વારા આજરોજ મકનસર પાંજરાપોળ ખાતે “૬૮માં વન મહોત્સવ”ની ઉજવણી કરવામાં આવી હતી. મોરબીના મકનસર પાંજરાપોળ ખાતે યોજાયેલ વનમહોત્સવ કાર્યક્રમની ઉજવણી રાજ્ય કક્ષાના પંચાયત,ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી જયંતીભાઈ કાવડિયાના અધ્યક્ષ સ્થાને યોજાનાર હતી પરન્તુ તેઓ હાજર રહ્યા ન હતા ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઈ ભંડેરીના અતિથિ વિષેશપદે યોજાયેલ આ કાર્યક્રમમાં રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા,કચ્છ-ભુજ વિનોદભાઈ ચાવડા,સુરેન્દ્રનગર સાંસદ દેવજીભાઈ ફતેપરા અને જામનગર સાંસદ પૂનમ માડમ ઉપસ્થિત રહયા હતા. આ પ્રસન્ગે જીલ્લા પંચાયત પ્રમુખ મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા,વાંકાનેર ધારાસભ્ય મહમદજાવિદ પીરઝાદા,ટંકારા-પડધરી ધારાસભ્ય બાવનજીભાઈ મેતલિયા,કાલાવડ ધારાસભ્ય મેધજીભાઇ ચાવડા અને ગાંધીનગર અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક જી.યાદવ સહીત ના મહાનુભાવોવિશેષ ઉપસ્થિત રહીને વન મહોત્સવ ઉજવણીમાં સહભાગી બન્યા હતા. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='6734,6735,6736,6737,6738,6739,6740']