મોરબી : મોરબી જિલ્લા વકીલ એસોસિએશન આયોજિત વિવિધ સ્પર્ધાઓમાં પ્રજાપતિ સમાજના પ્રથમ મહિલા વકીલ હેતલબેન બારેજીયાએ હેન્ડ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો. મોરબી જીલ્લા વકીલ એસોસિએશન દ્વારા ગત ૧૫ ઓગષ્ટના રોજ વિવિધ સ્પર્ધા યોજાઈ હતી જેમાં મોરબી જીલ્લાના વકીલો બહોળી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં પ્રજાપતિ સમાજના પ્રથમ મહિલા વકીલ હેતલબેન નીખીલભાઈ બારેજીયાએ હેન્ડની સ્પર્ધા માં ભાગ લઇ પ્રથમ ક્રમ મેળવવા બદલ મોરબી જીલ્લા કોર્ટના જર્જ રિઝવાના ઘોઘારી દ્વારા સન્માનીત કરાયા હતા