શ્યામ હોસ્પિટલના ડો.ચંદ્રેશ વડગાસીયાના માર્ગદર્શન હેઠળ ૧૩૩ બોટલ રક્ત એકત્રિત થયું મોરબી : મોરબીના વાંકડા ગામે સંત ઉદાસી હરિપ્રકાશ બાપુની પુણ્યતિથિ નિમીતે શ્યામ હોસ્પિટલ મોરબીના ડો.ચંદ્રેશ વડગાસીયા દ્વારા રક્તદાન કેમ્પ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. પ્રાપ્ત વિગતો મુજબ વાંકડા ગામે સંત ઉદાસી હરિપ્રકાશબાપુની પુણ્યતિથિ નિમીતે સંતવાણી તથા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં યુવાનોએ મોટી સંખ્યામાં સ્વૈચ્છીક રક્તદાન કરતા ૧૩૩ બોટલ રક્ત એકત્રિત કરાયું હતું જે મોરબીની સંસ્કાર બ્લડબેન્કમાં જમા કરાયું હતું. ઉલ્લેખનીય છે કે આજના ઝડપી જમાનામાં કોઈની પાસે સતકાર્ય કે પરોપકારી કાર્ય માટે સમય નથી ત્યારે હરહંમેશ ગરીબોની સેવા તેમજ સમસ્ત વાંકડાના ગ્રામજનોની કાયમી વિનામૂલ્યે સારવાર કરતા શ્યામ હોસ્પિટલના તબીબ ડો.ચંદ્રેશ વડગાસીયાના પ્રયત્નોને કારણે આ ધાર્મિક કાર્યમાં રક્તદાન થકી અનેક દર્દીઓની સારવારમાં ઉપયોગી બનશે.