વજેપર શેરી નંબર 23 ના લતાવાસીઓએ હાલમાં થયેલ સોદા રદ કરવા કરી માંગમોરબી : મોરબીના જેલ રોડ પર આવેલા વજેપર વિસ્તારના રહેવાસીઓએ આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને તેમના વિસ્તારમાં ગુજરાત સરકારનો પ્રવર્તમાન અશાંત ધારો લાગુ કરવાની માંગ કરી છે. વજેપર શેરી નંબર 23 ના લતાવાસીઓએ એકત્ર થઈને આ મામલે લેખિત રજૂઆત કરી છે.ધાર્મિક સંવાદિતા અને શાંતિ જળવાઈ રહે તેવો સૂરરહેવાસીઓએ પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે, વજેપર શેરી નંબર 23 હિન્દુઓની બહુમતી વસ્તી ધરાવતો વિસ્તાર છે. અહીં હનુમાનજીનું મંદિર આવેલું છે તેમજ ગણેશ ઉત્સવ અને રથયાત્રા જેવા ધાર્મિક પ્રસંગોની ઉજવણી મોટા પાયે કરવામાં આવે છે. ભવિષ્યમાં વિસ્તારની શાંતિમાં ખલેલ ન પહોંચે અને જનજીવન સુખકારીથી જીવી શકાય તે માટે અહીં અશાંત ધારો લાગુ કરવો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે.મકાન વેચાણના સોદા અંગે વિરોધ અને આંદોલનની ચીમકીરજૂઆતમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, હાલમાં જ આ વિસ્તારમાં એક મકાન અન્ય જ્ઞાતિના વ્યક્તિ દ્વારા ખરીદવામાં આવ્યું છે. આ સોદો તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે તેવી માંગ કરી છે. જો આ અંગે યોગ્ય તપાસ કરી વહેલી તકે કાર્યવાહી કરવામાં નહીં આવે, તો આગામી સમયમાં કલેક્ટર કચેરીએ ધરણાં અને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ રહેવાસીઓ દ્વારા આપવામાં આવી છે.#Morbi #Vajepar #AshantDharo #CollectorMorbi #PublicRepresentation #MorbiUpdate #LocalNews