રૂ. ૪.૬૧ લાખનો ફાળો ઉપરાંત પાટીદાર સમાજની વાડી માટે અનેક ચીજવસ્તુઓ દાનમાં આવી મોરબી : મોરબીના વાઘપર ગામે બેસતા વર્ષના દિવસે પાટીદાર સમાજની વાડીના લાભાર્થે યોજાયેલ નાટક દરમિયાન ૪.૬૧ લાખનો ફાળો એકત્રિત થયો હતો સાથે - સાથે સમાજની વાડી માટે અનેક ચીજો દાન સ્વરૂપે મળી હતી. આપણી સંસ્કૃતિ આપણી વિરાસત વાક્ય ને ચરિતાર્થ કરવા વાઘપર ગામના યુવાનો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બેસતા વર્ષની રાત્રે પાટીદાર સમાજ વાઘપર ના લાભાર્થે ઐતિહાસિક નાટક જોગીદાસ ખુમાણ અને સાથે જેઠો રોડપતી નામનું કોમિક ભજવવામાં આવ્યું હતું. આ નાટ્ય શો દરમિયાન આશરે ચાર લાખ એકસઠ હજારનો રોકડ ફાળો તથા વસ્તુઓ રૂપે એક યુનિટના તમામ વાસણ અને બન્ને યુનિટની મંડપ ચોળી ખુરશી, પંખા, સેટી જેવી વસ્તુઓ દાતાઓ દ્વારા પાટીદાર સમાજને દાન રૂપે આપવામાં આવી હતી.