તંત્ર વાવાઝોડામાં સ્ટેન્ડ બાય હોવાથી એક દિવસનો વિલંબ મોરબી : રાજ્ય ઉપર વાવાઝોડાની ઘાત ચાલી રહી હોય તંત્ર તેની કામગીરીમાં વ્યસ્ત હોવાથી આવતીકાલે બુધવારથી રસીકરણની કામગીરી શરૂ થઈ શકશે નહીં. ગુજરાતમાં પ્રવર્તમાન વાવાઝોડા અને વરસાદની પરિસ્થિતિમાં આરોગ્ય તંત્ર સ્ટેન્ડ બાય હોવાને અનુલક્ષીને સમગ્ર રાજ્યમાં કોરોના રસીકરણની કામગીરી આવતીકાલે પણ સ્થગિત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ કામગીરી હવે તા.20 મેને ગુરુવાર થી ફરી શરૂ કરવામાં આવશે. તેમ તંત્ર દ્વારા જણાવાયું છે.