આગના બનાવ બાદ પાલિકાએ ચેકીંગ હાથ ધરતા ફાયર સેફટીના નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું જણાતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ મોરબી : મોરબીના વી માર્ટ મોલમાં આજે સાંજે આગ લાગ્યા બાદ પાલિકાએ મોલનું ચેકીંગ હાથ ધરતા ફાયર સેફટીના નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી પાલિકાએ વી માર્ટ મોલને નોટિસ ફટકારી મોલ બંધ કરી દેવાનો આદેશ કર્યો છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ વી માર્ટ મોલમાં આજે સાંજના અરસામા ભેદી રીતે આગ લાગી હતી. આ બનાવને છુપાવવા માટે જવાબદારોએ અનેક કિમીયાઓ પણ અજમાવ્યા હતા. ઉપરાંત મોલને થોડી વાર માટે બંધ પણ કરી દીધો હતો. અને જાહેર જનતા ઉપર નાઇટ્રોજનનો છટકાવ કરીને તુત પણ રચવામાં આવ્યું હતું. આ સમગ્ર નાટકીય ઘટના બાદ પાલિકાની ટીમે વી મોલમાં દોડી આવીને ચેકીંગ હાથ ધર્યું હતું. આ મોલમાં ફાયર સેફટીના નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું ચેકીંગ દરમિયાન સામે આવ્યું હતું. જેથી પાલિકાએ વી માર્ટને નોટિસ ફટકારીને મોલને બંધ કરવાનો આદેશ કર્યો છે. જ્યા સુધી ફાયર સેફટીના નિયમોનું પાલન ન થાય અને પાલિકા એનઓસી ન આપે ત્યાં સુધી આ મોલને બંધ રાખવાનો હુકમ કરવામાં આવ્યો છે. જો આ હુકમનું ઉલ્લંઘન થશે તો ફોજદારી કાર્યવાહી કરવાનું પણ પાલિકાએ નોટિસમાં જણાવ્યું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne