યુવાન પાસેથી વ્યાજ સહિતના નાણાં વસુલ કરીને પણ સંતોષ ન થતા ઓફિસે બોલાવી ઘુસ્તાવી નાખ્યો મોરબી : મોરબીમાં વ્યાજખોરો બેફામ બન્યા છે અને ખુદ જિલ્લા પોલીસવડા દ્વારા વ્યાજંકવાદીઓને કેદ કરવા લોક દરબાર યોજ્યો છે તે પહેલા જ વ્યાજ સહિતના નાણાં ચૂકવી દેનાર યુવાનને ઓફિસે બોલાવી ઘુસ્તાવી નાખી જાનથી પતાવી દેવાની 11 વ્યાજખોરોએ ધમકી આપતા સીટી એ ડિવિઝન પોલીસે અગિયાર શખ્સો વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે. પોલીસ દફ્તરેથી પ્રાપ્ત વિગતો મુજબ મૂળ સોરઠ વંથલીના વતની અને હાલમાં મોરબીના પીપળી રોડ ઉપર રહેતા અને ફર્નિચરનો શો રૂમ ધરાવતા ભાર્ગવભાઇ પ્રાણભાઇ રોજીવાડીયા (ઉ.વ.૩૩)એ આરોપી કૃષ્ણદેવસિંહ ઉર્ફે કાનભા હનુભા ઝાલા રહે. મોટા દહિંસરા તા.માળીયા, ગજેન્દ્રભાઇ ઉર્ફે ગોપાલભાઇ ભટ્ટ રહે.મોરબી વાવડી રોડ, ટીંન્કુભાઇ સીંધી રહે. મોરબી યુમના નગર, ભગીરથસિંહ જે. જાડેજા રહે.મોરબી, રણછોડભાઇ જીવનભાઇ (લાલભાઇ) રહે. બરવાળા, વિરપાલસિંહ નથુભા ઝાલા રહે.પંચાસર, યશભાઇ ખીરૈયા રહે.મોરબી યમુનાનગર, મયુરસિંહ હરપાલસિંહ જાડેજા રહે.મોરબી, સુખદેવસિંહ જાડેજા રહે.મોરબી સામાકાંઠે વિદ્યુતનગર, નીરૂભા ઝાલા રહે. શનાળા અને પ્રશાંતભાઇ રમેશભાઇ કણસાગરા રહે.રાજકોટ વાળાઓ પાસેથી વ્યાજે નાણાં લીધા હતા. જે વ્યાજ સહિત ચુકવી આપ્યા હોવા છતાં બળજબરી કરી જુદી-જુદી બેંકના ચેક લખાવી લઈ નાણાની ઉઘરાણી સાથે વારંવાર જ્યાં મળે ત્યાં ધમકી આપવામાં આવતી હતી. વધુમાં ઉપરોક્ત અગિયાર આરોપીઓ દ્વારા વ્યાજે નાણાં ધીરધાર કરવા લાયસન્સ પણ ન હોવા છતાં પણ છેલ્લા ચાર વર્ષથી વ્યાજે નાણાં આપવાની સાથે દશેક દિવસ પહેલા આરોપીઓએ ભાર્ગવભાઈને રામચોક નજીક પોતાની ઓફીસે બોલવી ઢીકા-પાટુનો મુંઢ મારા મારી વ્યાજના પૈસાની માંગણી કરી ન આપે તો મારી નાખવાની ધમકી આપતા અંતે ગઈકાલે તમામ આરોપીઓએ વિરુદ્ધ સીટી એ ડિવિઝનમાં ભોગ બનનાર ભાર્ગવભાઈએ ફરિયાદ નોંધાવી છે. વધુમાં સીટી એ ડિવિઝન પોલીસે આ ચકચારી કેસમાં ઇ.પી.કો. કલમ-૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૫૦૭, ૩૮૬ તથા ગુજરાત સાહુકાર ધારા અધિનિયમ-૨૦૧૧ ની કલમ ૩૪, ૪૦ મુજબ તમામ વ્યાજખોરો વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે અને સમગ્ર મામલે પી.આઇ. સોનારા તપાસ ચલાવી રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..