RJ રવિ બરાસરાના શબ્દો અને અવાજમા મોબાઇલ અંગેની સમસ્યા વર્ણવતું આ ગીત દરેકના મન મોહી લેશે મોરબી : હાલ મોબાઈલ સમસ્યાના સમાધાનને બદલે ખુદ સમસ્યા બનતો જઇ રહ્યો છે. ત્યારે આ મોબાઇલની વ્યથા અંગે મોરબી અપડેટ દ્વારા ' આ મોબાઈલ તો ક્યારેક ધંધે લગાડશે' સોન્ગ તૈયાર કરવામાં આવ્યું છે. આ ધમાકેદાર સોન્ગ મોરબીવાસીઓના મન મોહી લેશે. સોન્ગને આવતીકાલે બુધવારે લોન્ચ કરવામાં આવનાર છે. 21મી સદીનો યુવાવર્ગને એક દિવસ પણ મોબાઈલ રહેવું મુશ્કેલ છે. મોબાઈલના ઘણા ફાયદા છે. સામે ઘણા ગેરફાયદા પણ છે. અત્યારના બાળકો પણ ખૂબ નાની વયથી જ મોબાઈલના એડિકટ થઈ જતા હોય છે. મોબાઈલમાં ઓતપ્રોત થયેલા લોકો ઘણી વાર રોડ કે અન્ય દુર્ઘટનાનો પણ ભોગ બને છે. ઘણા ખરા કિસ્સાઓમાં મોબાઈલ પ્રાણઘાતક પણ નીવડ્યો છે. ત્યારે લોકો જાગૃત થાય અને મોબાઈલથી થતી દુર્ઘટના ટળે તેવા હેતુથી લોકો સુધી એક સંદેશ પહોંચાડવા માટે મોરબી અપડેટ દ્વારા ' આ મોબાઈલ તો ક્યારેક ધંધે લગાડશે' સોન્ગ તૈયાર કરવામાં આવ્યું છે. આ સોન્ગમાં લિરિકસ અને વોઇસ RJ રવિ બરાસરાએ આપ્યો છે. કોન્સેપટ અને ડિરેક્શન RJ રવિ બરાસરા સાથે મયુરબાપાએ આપ્યું છે. સોન્ગનું શુટિંગ મોરબીમા જ પાડાપુલ, નગર દરવાજા તેમજ રાજપર ગામ સહિતના સ્થળોએ કરવામાં આવ્યું છે.આ સોન્ગ મોરબીવાસીઓને ખૂબ પસંદ આવે તેવું છે.સોન્ગ આવતીકાલે તા. 25ને બુધવારે રાત્રે 11 કલાકે મોરબી અપડેટની યુટ્યુબ ચેનલ ઉપર લોન્ચ કરવામાં આવશે. તો આ સોન્ગ જોવાનું ચૂકશો નહિ. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274