રક્ષાબંધનના પવિત્ર તહેવારની પરિવાર સાથેની ઉજવણીના ફોટો, સેલ્ફી મોકલો મોરબી અપડેટને મોરબી : આવતીકાલે તા.11 ઓગસ્ટના રોજ ભાઈ-બહેનના અતૂટ પ્રેમની લાગણીના તહેવાર એવા રક્ષાબંધન માટે વિશેષ આયોજન કરી રાખડી બંધાતી બહેન અને ભાઈની અવિસ્મરણીય તસ્વીરને મોરબી અપડેટના ફેસબુક પેઈજ ઉપર ચમકાવશે. જેથી તમામ વાચકમિત્રોને અનુરોધ કે રાખડી બાંધતી વેળાની માત્ર એક જ પરિવાર સાથેની તસ્વીર મોકલી શકશે. રક્ષાબંધન પર્વને અનુલક્ષીને મોરબી અપડેટના આ વિશેષ કવરેજમાં તમામ ભાઈઓ, બહેનો પોતાના ફોટા મોકલી શકશે, વાંચકોએ મોકલાવેલા ફોટા મોરબી અપડેટના ફેસબુક પેઈજ ઉપર મુકવામાં આવશે. મોરબી અપડેટને ફોટો વોટ્સએપ નંબર 9537676273 મોકલવાનો રહેશે. એક વ્યક્તિએ માત્ર એક જ ફોટો મોકલવો જેથી તમામ વાચકોના ફોટો સમાવી શકાય, રક્ષાબંધનના દિવસે સાંજે 4 વાગ્યા સુધીમાં મોકલાવેલા ફોટા જ લેવામાં આવશે જેની વાચક મિત્રોએ નોંધ લેવી. વોટ્સએપ : https://wa.me/qr/BVWMHX4N6RB6B1