એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 4 લાખથી વધુ લોકોએ સમાચારો વાંચ્યા : મોરબી અપડેટના ફેસબુક પેઈજમાં 50 સ્થળોએથી લાઈવ કરી મતદાનનો માહોલ બતાવાયો મોરબી : 65 મોરબી-માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની તારીખની જાહેરાત થઈ ત્યારથી આજે મતદાન પૂર્ણ થયું ત્યાં સુધી પળેપળની તમામ ખબરો વિશ્વસનીય રીતે પૂરું પાડતું રહ્યું. તટસ્થ અને સાચા અર્થમાં નિષ્પક્ષ રિપોર્ટિંગનો સિલસિલો આજે મતદાન પૂરું થયા બાદ સુધી ચાલતો રહ્યો. બન્ને મુખ્ય પક્ષ સહિત નોંધનીય કહી શકાય તેવા અપક્ષ ઉમેદવારોની નોંધ પણ અહીં લેવાઈ. ચૂંટણી પ્રક્રિયાની શરૂઆતથી લઈ તમામ એવી ઝીણામાં ઝીણી વિગતોથી મોરબી-માળીયા ક્ષેત્રના મતદારોને માહિતગાર કરાયા કે જે વાંચકો, દર્શકો જોવા, જાણવા, સમજવા માંગતા હતા. ઉમેદવારોનું મોરબી માટેનું વિઝન અને મતદારોનો મિજાજ હરપળ મોરબી અપડેટે મતદારોને દર્શાવ્યો. આ તમામ કામગીરી માટે મોરબી અપડેટની સમગ્ર ટીમ રાત-દિવસ જોયા વગર કાર્ય કરતી રહી. મોરબી અપડેટની ટીમ દ્વારા આજે મતદાનના દિવસે પણ આખો દિવસ પળેપળની લાઈવ અપડેટ અપાતી રહી. મોરબી અપડેટના ફેસબુક પેઈજમાં 50 જેટલા અલગ અલગ મતદાન મથકોએથી લાઈવ અપડેટ અપાઈ. મતદાનના દિવસે 90થી વધુ અપડેટ આપી મોરબી અપડેટની ટીમે મોરબીવાસીઓને સતત અપડેટ રાખ્યા અને આજે રેકોર્ડ કહી શકાય એવા 4 લાખથી વધુ લોકો મોરબી અપડેટ સાથે જોડાયા. જે મોરબી-માળીયા મતક્ષેત્રના મતદારો કરતા પણ લગભગ બમણો આંકડો છે. ઉપરોક્ત કામગીરી માટે મોરબી અપડેટની ટીમના રિપોર્ટર રવિ બરાસરા, વિપુલ પ્રજાપતિ, જયેશ ભટ્ટાસણા, મેહુલ ભરવાડ, નિરાલી વિડજા, કિશોરભાઈ, પંકજસિંહ જાડેજા, માર્ગી મહેતા, કાર્તિકભાઈ સોનેજી તથા કેમેરા મેન ઋત્વિક નિમાવત, મયુરભાઈ (મયુર બાપા), દર્શન રાઠોડ, દર્શન ગઢવી, મિત પ્રજાપતિએ ભારે જહેમત ઉઠાવી હતી. મોરબી અપડેટનું ઇલેક્શન મહા કવરેજ... મતદાનની પળે પળની હલચલ..મતદાનના આખા દિવસના તમામ સમાચાર એક જ જગ્યાએ વાંચવા..નીચે આપેલી લિંક પર ક્લિક કરો.. https://morbiupdate.com/election-special/ મોરબી પેટા ચૂંટણીના મતદાનની પળે પળની હલચલ અને લાઈવ વિડિઓ કવરેજ જોવા નીચેની મોરબી અપડેટના ફેસબુક પેજની લિંક પર ક્લિક કરો.. https://www.facebook.com/morbiupdate મોરબી જિલ્લાના તમામ સમાચારો મેળવવા મોરબી અપડેટની એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN&gl=US