અંદાજે 100 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો : વિજેતામાં પ્રથમ નંબરને સોનાની બુટી જેવા ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા : રંગોળી સ્પર્ધામાં ભાગ લેનાર બહેનોએ 3 કલાકની મહેનત બાદ એકથી એક ચડિયાતી રંગોળી બનાવી મોરબી : મોરબી અપડેટ આયોજિત રંગોળી અને મુખવાસ સ્પર્ધામાં અંદાજે 100 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ બન્ને સ્પર્ધાના વિજેતાઓમાં પ્રથમ નંબરને સોનાની બુટી અને અન્યને બીજા ઇનામોથી નવાઝવામાં આવ્યા હતા. મોરબી અપડેટ દ્વારા રંગોળી અને મુખવાસ સ્પર્ધા ગત તા. 20 ના રોજ શનાળા પટેલ સમાજ વાડી પાસે આવેલી શિશુ મંદિર શાળામાં યોજાઈ હતી. જેમાં રંગોળી સ્પર્ધામાં અંદાજે 70થી વધુ તેમજ મુખવાસ સ્પર્ધામાં અંદાજે 25થી વધુ બહેનોએ ભાગ લીધો હતો. રંગોળી સ્પર્ધામાં 3 કલાકની મહેનત બાદ સ્પર્ધકોએ દેશભક્તિની થીમ ઉપર તેમજ મોરબી અપડેટના લોગોવાળી સહિતની એકથી એક ચડિયાતી રંગોળી બનાવી હતી. આ ઉપરાંત અનાજ અને મરી મસાલાની રંગોળી પણ સ્પર્ધામાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. બન્ને સ્પર્ધાના અંતે નિર્ણાયકો મુકેશભાઈ પરમાર અને રૂપાબેન વડગામાની પણ આકરી પરીક્ષા થઈ હતી. દિવાળી પર્વ પર રંગોળી બનાવવાની અને સાથે બેસતા વર્ષના દિવસે મુખવાસ બનાવવાની પરંપરાને વધુ પ્રોત્સાહન મળે તેવા હેતુ સાથે મોરબી અપડેટ દ્વારા આ વર્ષે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિર્ણાયક તરીકે સોનલબેન શાહે ભૂમિકા ભજવી હતી આ સ્પર્ધાનું સંચાલન યંગ ઇન્ડિયા ગ્રુપની મહિલા વિંગના કાજલબેન ચંડીભમર, ધરતીબેન બરાસરા, મયુરીબેન કોટેચા , શિલ્પાબેન દંગી, ભાવિકાબેન જાગોદરા, નિરાલી વિડજા, અમિષા રાચ્છ,અલ્કાબેન દવે, રંજનબેન મકવાણા, કુંજન બરાસરા, વિશાખાબેન દવે, ગાયત્રીબેન વિડજા, નિશા લોરિયા, સાક્ષી લોરિયા, આરતી વ્યાસ, ક્રિષ્ના વાઘેલા, ઉષાબેન પંડ્યા,રિતીષા પ્રજાપતિ સહિતનાએ જહેમત ઉઠાવી હતી. આ સ્પર્ધામાં શિશુમંદિરના સુનિલભાઈ પરમાર અને તુષારભાઈ પાણસરીયા નો પણ ખૂબ સહયોગ મળ્યો હતો. • રંગોળી સ્પર્ધાના વિજેતા પ્રથમ નંબર - પારુલબેન અમીપરા દ્રિતીય નંબર - શિવાનીબેન પટેલ તૃતીય નંબર - સપનાબેન ઘુમલિયા ચોથા નંબર - માનસીબેન અમૃતિયા પાંચમા નંબરે - પાયલબેન મોરડીયા • રંગોળી સ્પર્ધાના પ્રોત્સાહન ઇનામ નિયંતા બોપલીયા પૂજાબેન ભુવા • મુખવાસ સ્પર્ધાના વિજેતા પ્રથમ નંબર - જલ્પાબેન કોટડીયા દ્રિતીય નંબર - દુર્ગાબેન રાજપરાત તૃતીય નંબર - વૈશાલીબેન ડાભી ચોથા નંબર - અંકિતાબેન સાણજા