70 જેટલા વિવિધ સ્ટોલમાંથી ધૂમ ખરીદી, એક્ઝિબિશન ખુલ્લુ મુકાતા જ સમિયાણો ટૂંકો પડ્યો : કાલે રવિવારે છેલ્લો દિવસ ગરબા અને દાંડિયા ડેકોરેશન સ્પર્ધા સંપન્ન, વિજેતાઓનું આકર્ષક ઈનામોથી સન્માન : કેક મેકિંગ વર્કશોપ પણ યોજાયો મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી અપડેટ આયોજિત નવરાત્રી સ્પે. મોરપીંછ એક્ઝિબિશનમાં પ્રથમ દિવસે જ હજારોની મેદની ઉમટી પડી હતી. એક્ઝિબિશન ખુલ્લુ મુકાતા જ હોલ ટૂંકો પડ્યો હતો. વધુમાં અહીં 70 જેટલા વિવિધ સ્ટોલમાંથી ધૂમ ખરીદી થઈ હતી. મોરબી અપડેટ દ્વારા રવાપર ચોકડી ખાતે આવેલ સ્વાગત હોલમાં આજે સવારથી મોરપીંછ નવરાત્રી સ્પે. ફેશન એન્ડ લાઇફસ્ટાઇલ એક્ઝિબિશનને ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ એક્ઝિબિશનનો 108ની ટિમ, 181ની ટિમ અને યંગ ઇન્ડિયા ગ્રુપની મહિલા વિંગના હસ્તે પ્રારંભ થયો હતો. આ એક્ઝિબિશનમાં ગાર્મેન્ટ્સ, ફૂટવેર, હોમ ડેકોર, નવરાત્રી સ્પેશિયલ આઈટમ, જવેલરી, ચણીયાચોલી, ગૃહ ઉદ્યોગ, અથાણા, ગરબા, કોડીયા, ટોયઝ, ફૂડ સ્ટોલ, સ્પેશિયલ એક્ટ્રેશન સહિતના 70 જેટલા સ્ટોલ છે. અહીં બહેનોને મનોરંજન મળી રહે તે માટે ગરબા અને દાંડિયા ડેકોરેશન સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ગરબા ડેકોરેશન સ્પર્ધામાં 48 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ નંબરે ખુશ્બુબેન ભરસડા, બીજા નંબરે રૂપલબેન ફેફર અને ત્રીજા નંબરે મૌલિકાબેન ચોવટીયા વિજેતા બન્યા હતા. જ્યારે દાંડિયા ડેકોરેશન સ્પર્ધામાં 42 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ક્રમે જાનકીબેન કાસુન્દ્રા, બીજા ક્રમે ક્રિશ્નાબેન રાજા અને ત્રીજા ક્રમે ધર્મીસ્ઠાબેન પુજારા રહ્યા હતા. આ બન્ને સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે રહેલા વિજેતાઓને સોનાની વસ્તુથી તેમજ અન્ય વિજેતાઓને પણ આકર્ષક ઇનામથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધાઓને સફળ બનાવવા યંગ ઇન્ડિયા ગ્રુપની મહિલા વિંગના કાજલબેન ચંડીભમર, ધરતીબેન બરાસરા, ભાવિકાબેન જગોદરા, નિરાલીબેન વિડજા, કિરણબા વાઘેલા, શિલ્પાબેન દંગી, મયુરીબેન કોટેચા સાહિતનાએ જહેમત ઉઠાવી હતી. આ ઉપરાંત આજે કેક મેકિંગ વર્કશોપ યોજાયો હતો. જેમાં ભાગ લેનાર 70 બહેનોને બંસીબેન શેઠ દ્વારા કેક બનાવતા શીખવવામાં આવી હતી. આવતીકાલે રવિવારે એક્ઝિબિશનનો છેલ્લો દિવસ છે. આવતીકાલે રવિવારે 2થી 4 વાગ્યા દરમિયાન નાના બાળકો માટે ક્રાંતિકારી વીરો અને વીરાંગનાઓ વેશભૂષા સ્પર્ધા યોજવામાં આવશે. ઉલ્લેખનીય છે કે એક્ઝિબિશનનો સમય સવારે 10.30થી રાત્રિના 9.30 વાગ્યા સુધીનો છે.