કોઈ પણ વ્યક્તિ ગાયન, વાદન, કવિતા, સ્ટેન્ડ અપ કોમેડી, એકપાત્રીય અભિનય, નૃત્ય, સ્ટોરી જેવી કળા રજૂ કરી શકશે કાર્યક્રમમાં ભાગ લેવા માટે તમામ વિગતો સાથે ગુગલ ફોર્મમાં રજીસ્ટ્રેશન કરી એક મિનિટનો વિડિઓ લિંક પર મોકલવાનો રહેશે, તેમાંથી પસંદગી પામેલા કલાકારોને કળા રજૂ કરવાનો અવસર પ્રાપ્ત થશેમોરબી : વર્તમાન સમયમાં લોકો જો ગુજરાતી ગીત કે ભજન પણ સાંભળે તો તેમાં ફ્યુશન શોધે છે. નવા બીટસ અને મ્યુઝિક સાથે સાંભળવાનું પસંદ કરે છે ત્યારે આર્ટિસ્ટનો ઓટલો પણ એક એવુ જ પ્લેટફોર્મ છે જ્યાં બે અલગ અલગ સદીના લોકો સાથે પોતાની કળાને રજૂ કરી શકે છે.હાલમાં ઝડપી અને વ્યસ્ત દુનિયામાં હળવાશ અને આનંદથી માણી શકાય એ એટલે કળા અને એવી અનેક કળા રજૂ કરવા માટે મોરબી અપડેટ દ્વારા લાવવામાં આવી રહ્યું છે 'આર્ટિસ્ટનો ઓટલો' જ્યાં કોઈ પણ ઉંમરના વ્યક્તિઓ અનેક કળાઓ જેવી કે ગાયન, વાદન, કવિતા, સ્ટેન્ડ અપ કોમેડી, એકપાત્રીય અભિનય, નૃત્ય, સ્ટોરી ટેલિંગ જેવી અનેક કળાઓ રજૂ કરી શકે છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આપે તમામ વિગતો સાથે ગુગલ ફોર્મમાં રજીસ્ટ્રેશન કરી એક મિનિટનો વિડિઓ લિંક પર મોકલવાનો રહેશે. તેમાંથી પસંદગી પામેલા કલાકારોને આ કાર્યક્રમમાં પોતાની કળા રજૂ કરવાનો અવસર પ્રાપ્ત થશે. તેમજ આ કાર્યક્રમમાં રજુ થયેલ કૃતિઓમાંથી ઉત્તમ કૃતિઓને મોરબી અપડેટના વિવિધ પ્લેટફોર્મ પર પણ પ્રસારિત કરવામાં આવશે. દરેક કલાકારે કાળજીપુર્વક નીચે આપેલા તમામ નિયમો વાંચવા. નિયમો : - આ કાર્યક્રમમાં વિડિઓના માધ્યમથી જે લોકોની પસંદગી કરવામાં આવશે એ કલાકારોને જ પ્રસ્તુતિ કરવાની રહેશે.- વિડિઓ એક મિનિટનો જ બનાવવો અને તમારું નામ અને કૃતિ બોલીને વિડિઓની શરૂઆત કરવી.- ગુગલ ફોર્મમાં જરૂરી વિગતો ભરવી ફરજીયાત છે અને ત્યાર બાદ ફોર્મ ભર્યા બાદ એક લિંક મળશે તેમાં તમારે તમારો એક મિનિટનો વિડિઓ મોકલવાનો રહેશે. - રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ 15 જૂન 2025 રાત્રે 12:00 વાગ્યાં સુધી જ રહેશે. - પસંદગી પામેલા કલાકારોને કાર્યક્રમની તારીખ અને સ્થળ જણાવવામાં આવે ત્યા કૃતિ રજૂ કરવાની થશે. - કોઈ પણ કલાકાર એકપાત્રીય અભિનય, ગાયન, વાદન, કવિતા, નૃત્ય, સ્ટોરીટેલિંગ, સ્ટેન્ડ અપ કોમેડી કોઈ એક જ પ્રકારની કૃતિ રજુ કરી શકશે. - કોઈ પણ કલાકારો ગ્રુપ સાથે મળીને પણ કૃતિ રજૂ કરી શકે છે. ગ્રુપ દ્વારા રજૂ થતી કૃતીના કલાકારો અન્ય કૃતિ વ્યક્તિગત રજુ કરી શકશે નહિ. - કલાકારો સહાયકનો ઉપયોગ પણ કરી શકે છે. સહાયક બીજી કોઈ પણ સ્પર્ધામાં ભાગ લઇ શકે છે. - કાર્યક્રમમાં દરેક કૃતિ રજુ કરવા માટે મહત્તમ 5 મિનિટનો સમય આપવામાં આવશે. સમય મર્યાદાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.- આપ આપના મનપસંદ વિષય પર અહીંયા કોઈ પણ કૃતિ રજૂ કરી શકો છો. - કૃતિ ગુજરાતી, હિન્દી કે અંગ્રેજી ભાષામાં રજૂ કરી શકાશે- કૃતિ રજુ કરવા માટે જરૂરી સંગીત સાધનો કે અન્ય સામગ્રી કલાકારે લઈને આવવાની રહેશે. - આ કોઈ સ્પર્ધા નથી આવેલા દરેક કલાકારને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવશે.- શ્રેષ્ઠ કૃતિઓ જે પણ રજુ કરવામાં આવશે તેને મોરબી અપડેટના વિવિધ પ્લેટફોર્મ પર અપલોડ કરવામાં આવશે. - જે પણ કૃતિ રજૂ કરવામાં આવે તેમાં કોઈ પણ પ્રકારના સમાજ કે રાષ્ટ્ર્રને લઈને વિવાદસ્પદ પ્રશ્નો ઉભા ન થાય તેની સંપૂર્ણ જવાબદારી કલાકારની રહેશે.તો આજે જ આર્ટિસ્ટનો ઓટલો કાર્યક્રમમાં ભાગ લેવા માટે તમારું રજીસ્ટ્રેશન કરાવો. આવો આ આર્ટિસ્ટના ઓટલે બેસીને અનોખો આનંદ માણીએ...ગૂગલ ફોર્મ ભરવા અને રજીસ્ટ્રેશન માટે નીચેની લિંક પર ક્લિક કરો..forms.gle/iqCWZcdpZW47Q7vk9