વિરવાવના પાણી અને રસ્તાનો પ્રશ્ને તાકીદે નિવારવા અધિકારીઓને કડક સૂચના ટંકારા : મોરબી અપડેટમાં પ્રસિદ્ધ થયેલા વિરવાવ ગામના પાણી અને રસ્તા પ્રશ્ને ધારાસભ્ય કગથરાને મોબાઈલમાં જાણ થતાં તેઓ તુરત જ વિરવાવ દોડી ગયા હતા અને ગ્રામજનોને સાંભળી અધિકારીઓને તાકીદે પ્રશ્ન ઉકેલવા કડક સૂચના આપી હતી. અલગ સ્ટાઇલથી કામ કરવા ટેવાયેલા ટંકારા પડધરી મત વિસ્તારના ધારાસભ્ય લાલિતભાઈ કગથરાને મોરબી અપડેટના માધ્યમથી વિરવાવ શક્તિનગર અને આંબેડકરનગરના પ્રશ્નની જાણ થતાં જ તેઓ વિધાનસભામાંથી સીધા વિરવાવ દોડી ગયા હતા અને લોક પ્રશ્ન સાંભળી સંબંધિત અધિકારીઓને પાણી અને રસ્તાના પ્રશ્ન ઉકેલવા તાકીદ કરી હતી. ઉલ્લેખનીય છે કે લોક પ્રશ્નો માટે હંમેશા જાગૃત રહેતા ધારાસભ્ય કગથરાએ સંકલન ફરિયાદની બેઠકમાં પણ તડાપીટ બોલાવી તમામ અધિકારીઓને હાજર રહેવા તાકીદ કરી હતી.