નિષ્ણાંતો પાસેથી પુસ્તકને લગતી તમામ માહિતી આ શોના માધ્યમથી મોરબીવાસીઓને પીરસાશે, કાલે રવિવારે આ શોનો પ્રથમ એપિસોડ જોવાનું ચૂકશો નહિમોરબી : મોરબીના પુસ્તકપ્રેમીઓ માટે મોરબી અપડેટ એક વિશેષ શો 'Inside The Book' શરૂ કરવા જઈ રહ્યું છે. જેમાં નિષ્ણાંતો પાસેથી પુસ્તકને લગતી તમામ માહિતી આ શોના માધ્યમથી મોરબીવાસીઓને પીરસવામાં આવશે. એનાથી મોટી શું બરકત ઘરમાં આવે,જ્યારે કોઈ સારુ પુસ્તક કુરિયરમાં આવે...જુગલ દરજી આ શેરથી આપણને જણાવે છે કે પુસ્તકો જીવનની ખૂબ મોટી બરકત છે. આપણે પણ જાણીએ છીએ કે ઘણા બધા જીવનના એવા વળાંકો આવે છે જ્યાં પુસ્તક આપણને સદાયે સહાયક બને છે. પુસ્તક આપણને ઘણી વાસ્તવિકતાઓની નજીક લઇ જાય છે. ત્યારે એવા અવનવા પુસ્તકો વિશે તમને રસપ્રદ માહિતી મળે એવો મોરબી અપડેટનો એક પ્રયાસ એટલે 'Inside The Book' 'Inside The Book'નો પ્રથમ એપિસોડ આવતીકાલે રવિવારે બપોરે 1 કલાકે યુટ્યુબ ઉપર અપલોડ કરવામાં આવશે. જેમાં મોરબી આપડેટના જાણીતા એંકર સત્યરાજસિંહ જાડેજા દ્વારા મોરબીના હરતા ફરતા પુસ્તકાલય તરીકે ઓળખાતા ઘનશ્યામભાઈ ડાંગર સાથે વાંચન વિશે મહત્વપૂર્ણ ચર્ચા રજૂ કરવામાં આવશે. જેમાંથી અનેક વાતો જાણવા મળશે. વાંચનથી થતા ફાયદાઓ, અનેક પુસ્તકો વિશે વાતો અને ઘણી પ્રેરણાદાયક ઘટનાઓ જાણવા માટે આ એપિસોડ જોવાનું ચુકશો નહિ.