RJ રવિ બરાસરા ગામની ધબકતી ગ્રામ્ય સંસ્કૃતિ અને પ્રાકૃતિક સૌંદર્યના કરાવશે દર્શન મોરબી : મોરબી અપડેટના 'સુખનું સરનામું ગામડું અમારૂ...એક લટાર ગામડે' શોમાં આજે રાત્રે 8:30 કલાકે morbi update ના ફેસબુક પેજ અને યૂટ્યૂબ ચેનલ ઉપર બગથળા ગામને બતાવવામાં આવશે. જેમાં RJ રવિ બરાસરા આ ગામની ધબકતી ગ્રામ્ય સંસ્કૃતિ અને પ્રાકૃતિક સૌંદર્યના દર્શન કરાવશે. વધતા શહેરીકરણને કારણે લોકો ગામડાથી દૂર થતાં જાય છે. પણ લોકોને પોતાના પૈતૃક ગામથી સવિશેષ લગાવ કાયમ જળવાઈ રહે છે. ધંધા, નોકરી, રોજગાર કે કારકિર્દી માટે નવી પેઢીને ના છૂટકે ગામડાથી દૂર જવાની મજબૂરી હોય છે. પણ ગામથી દૂર ગયા બાદ પણ વારે-તહેવારે લોકો પોતાના ગામ જરૂર જાય છે. ગાંધીજીએ સાચું જ કહ્યું હતું કે અસલી ભારત ગામડામાં વસે છે. આવા ગામડાઓના ભાતીગળ જીવનને જાણવાનું-માણવાનું કોને ન ગમે? આથી જ મોરબી અપડેટ આપના માટે લઈને આવ્યું છે આપણાં ગામની વાત, આપણાં રીત-રિવાજ, આપણી બોલીમાં, આપણાં દિલમાં ધબકતી ભાતીગળ ગ્રામ્ય સંસ્કૃતિની મીઠી મહેકને ઉત્કંઠા પૂર્વક જાણવાની, જોશ ભેર માણવાની અનોખી રજુઆત. મોરબી અપડેટ દ્વારા 'સુખનું સરનામું એ ગામડું અમારું..એક લટાર ગામડે' શોમાં આજે રાત્રે 8.30 કલાકે મોરબીના બગથળા ગામની લટાર બતાવવામાં આવશે. આ શોમાં મોરબી તાલુકાના બગથળા ગામની ધબકતી ગ્રામ્ય સંસ્કૃતિ, પ્રાકૃતિક સૌંદર્ય, ગામના સરપંચ, આગેવાન વડીલો, યુવાઓના વિચારો, ગામની સુખ દુઃખની વાતો, જરૂરિયાતો અને એવું તો કેટલુંય બધુ જાણવા મળશે. તો આજે આ શો morbi update ના ફેસબુક પેજ અને યૂટ્યૂબ ચેનલ ઉપર નિહાળવાનું ચુકશો નહીં. https://youtu.be/6ZnDULF7NjI morbi update નું ફેસબુક પેજ https://www.facebook.com/morbiupdate/ morbi update ની યૂટ્યૂબ ચેનલ https://www.youtube.com/channel/UCngqmj55wuJrWiNg5kyCKGw