મોરબી : મોરબીના આંગણે પ્રથમ કહી શકાય તેવા મોરબી અપડેટ કોન્કલેવ - 2021નો આજથી શુભારંભ થવા જઈ રહ્યો છે. કોન્કલેવનું આજે સાંજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના વર્ચ્યુઅલી ઇનોગ્રેશન કરવામાં આવશે. આ પ્રસંગે સાંસદ મોહનભાઇ કુંડરિયા, ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. શાંતિકુંજ મીડિયા પ્રાઇવેટ લિમિટેડ સંચાલિત મોરબી અપડેટ દ્વારા તા. 31 જુલાઈથી 3 ઓગસ્ટ સુધી મોરબીના વિવિધ ક્ષેત્રના પડકારો અને સંભાવનાઓ અંગે વિચારમંથન કરવાના ઉદ્દેશ સાથે થિંક મોરબી કોન્કલેવ - 2021નું આયોજન કરવામાં આવ્યું છે. ચાર દિવસ સુધી ચાલનારા કોન્કલેવનો આજ રોજ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સાંજે 07:00 કલાકે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા ઉદ્દઘાટન કરવામાં આવશે. કોન્કલેવમાં આજે પ્રથમ દિવસે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કોન્ક્લેવનું ઉદઘાટન થયા બાદ મોરબીના સીરામીક, ક્લોક, પેપરમીલ, સોલ્ટ સહિતના વિવિધ ઉદ્યોગોના ડેવલોપમેન્ટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પડકારો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ પ્રસંગે સીરામીક એસોસીએશનના પ્રમુખો, સીરામીક અગ્રણી ઉદ્યોગપતિ પ્રકાશભાઈ વરમોરા, સિમ્પોલો ગ્રુપના ભરતભાઈ અઘારા, ચૅમ્બર પ્રમુખ જ્યંતિભાઈ પટેલ, પેપરમીલ એસોશિએશન પ્રમુખ કિરીટભાઈ ફૂલતરીયા, પોલીપેક ઇન્ડસ્ટ્રીઝના જગદીશભાઈ પનારા, લેમિનેટ ઇન્ડસ્ટ્રીઝના અતુલભાઈ, સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝના દિલુભા જાડેજા, CA સમીર મહેતા, ક્લોક એસોસીએશનના શશાંકભાઈ દંગી અને અજંતા ઓરેવા ગ્રુપના જયસુખભાઇ પટેલ, અગ્રણી પ્રદીપ વાળા, સાંસદ મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, પ્રભારી મંત્રી સૌરભભાઈ પટેલ (વર્ચ્યુઅલી) સહિતના મહાનુભાવો મોરબીના ઉદ્યોગો અંગે વિચાર મંથન કરશે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..