'ડ્રગ્સને ડીલીટ કરીએ' અભિયાન અંતર્ગત સ્પર્ધાનું આયોજન : તા.18 સુધી રજિસ્ટ્રેશન કરી શકાશે : વિજેતાઓને ઇનામ આપી નવાઝાશેમોરબી : મોરબી અપડેટ અને મોરબી જિલ્લા પોલીસ દ્વારા 'ડ્રગ્સને ડીલીટ કરીએ' અભિયાન અંતર્ગત તા.24એ ઓપન મોરબી ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બાળકોથી લઈ સિનિયર સિટીઝન સુધીના દરેક મોરબીવાસીઓ ભાગ લઈ શકશે. મોરબીવાસીઓને પળેપળના સચોટ સમાચારો પહોચાડતું સૌરાષ્ટ્રનું નંબર વન લોકલ ડિજિટલ ન્યુઝ પ્લેટફોર્મ મોરબી અપડેટ તા.24 એપ્રિલના રોજ 8 વર્ષ પૂર્ણ કરી 9માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે. જે નિમિત્તે મોરબી જિલ્લા પોલીસના સંયુક્ત ઉપક્રમે 'ડ્રગ્સને ડીલીટ કરીએ' અભિયાન અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા તા.24 એપ્રિલે યોજાનાર છે. જેના માટે તા.18 એપ્રિલ સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ સ્પર્ધામાં બે કેટેગરીમાં યોજાશે. જેમાં પ્રથમ કેટેગરીમાં 11થી 17 વર્ષ (24 એપ્રિલ 2008થી 24 એપ્રિલ 2014 વચ્ચે જન્મતારીખ) અને બીજી કેટેગરી 18 કે તેનાથી વધુ વર્ષ ( 23 એપ્રિલ 2008 કે તેની પહેલાની જન્મતારીખ) રહેશે. સ્પર્ધા દરમિયાન ડ્રોઈંગ શીટ આપવામાં આવશે. કલર સ્પર્ધકોએ લઈ આવવાના રહેશે. સ્પર્ધકોએ 'ડ્રગ્સને ડીલીટ કરીએ' અભિયાનને અનુરૂપ ડ્રગ્સ વિશેની જાગૃતી આપતો સંદેશ પોતાની ચિત્રકળાના માધ્યમથી આપવાનો રહેશે. બાદમાં વિજેતા સ્પર્ધકોને ઇનામોથી નવાઝવામાં આવશે.આ સ્પર્ધામાં ભાગ લેવા માટે સ્પર્ધકે ગૂગલ ફોર્મ ભરવાનું રહેશે. આ ફોર્મ ભરનાર સ્પર્ધકને સ્પર્ધાનું એડ્રેસ અને સમય સહિતની તમામ વિગતો મળી જશે. રજિસ્ટ્રેશન માટે :docs.google.com/forms/d/e/1FAIpQLSceAtFD-2Rg1jqYI1fquYSUoQPiBFaHBNE1TzXgOYng0by79w/viewform?usp=dialog