મોરબી : મોરબીમાં અબોલજીવની સેવા માટે કાર્યરત યુનાઇટેડ યુથ જીવદયા ગ્રુપના પશુ પંખી સેવા કેન્દ્ર નિર્માણ કરવા ગઈકાલે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ યુનાઇટેડ યુથ જીવદયા ગ્રુપના પ્રથમ સ્થાપના દિવસના અવસરે ગઈકાલે અબોલ પશુ-પક્ષીઓ, વડીલો,અને પ્રભુની કૃપા થી મોરબીમાં નિર્માણ થવા જઈ રહેલા પશુ-પક્ષી સેવા કેન્દ્રનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકોટ એનિમલ હેલ્પલાઇન અને કરુણા ફોઉન્ડેશનના ટ્રસ્ટીઓ, ક્રાંતિકારી સેનાના રાધેભાઈ અને પરીશ્રમ વનના સ્થાપક દેવેન્દ્રસિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા.