ધ્વજવંદન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા : શાળાના ભૂલકાઓ દ્વારા પથ સંચાલન (માર્ચ પોસ્ટ) કાઢવામાં આવી હતી. મોરબી: મોરબીના શકત શનાળા ખાતે આવેલી શ્રી સરસ્વતી શિશુમંદિર શાળામાં ૨૬ જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધ્વજવંદન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા તેમજ શાળાના ભૂલકાઓ દ્વારા પથ સંચાલન (માર્ચ પોસ્ટ) કાઢવામાં આવી હતી. મોરબીની સરસ્વતી શિશુમંદિર શાળા દ્વારા કરાઈ પ્રજાસત્તાક પર્વની ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધ્વજવંદનના કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મોરબી જિલ્લા પ્રચારક સંતોષકુમાર દુબેના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપવામાં આવી હતી. શાળામાં વાહન સારથી (ડ્રાયવર) તરીકે સેવા આપતા પ્રવીણભાઈ અગ્રાવાત દ્વારા વિદ્યાર્થીઓને શિવતાંડવ સ્ત્રોતની કૃતિ ત્યાર કરાવવામાં આવી હતી જેનું મહેમાનો સમક્ષ મંચન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિવિધ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના મુખ્ય વક્તા રાજકોટ નાગરિક બેંકના મેનેજર રાજુભાઇ બદ્રકિયાએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. કાર્યક્રમના અતિથિ વિશેષ પદે વિદ્યાલયના પ્રમુખ જયંતીભાઈ ભાડેસિયા રહ્યા હતા. આ ઉપરાંત મંત્રી બાબુભાઇ અઘારા , મુખ્ય વ્યવસ્થાપક જયંતીભાઈ રાજકોટિયા, નિયામકશ્રી, મુખ્ય આચાર્ય, તમામ આચાર્યગણ સહિત બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ ગણતંત્રદિવસની ઉલ્લાસભેર ઉજવણીના સાક્ષી બન્યા હતા. જ્યારે બપોર બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની તર્જ પર મોરબીના ત્રણ વિસ્તારોમાંથી શાળાના ભૂલકાઓ દ્વારા પથ સંચાલન (માર્ચ પોસ્ટ) કાઢવામાં આવી હતી. જેમાં સ્વાગત હોલથી ગાંધી ચોંક, સરદારબાગથી ગાંધી ચોંક તેમજ જી.આઈ.ડી.સીથી ચંદ્રેશનગર સુધી પથ સંચલન યોજવામાં આવ્યું હતું. પથ સંચલનને નિહાળવા માટે શહેરીજનો કતારબંધ ગોઠવાઈ ગયા હતા. તદુપરાંત રાહગીરો અને વાહન ચાલકો પણ થોડી વાર થોભી જઇ પથ સંચલન નિહાળતા જોવા મળ્યા હતા. સમગ્ર કાર્યક્રમને શાળાના આચાર્ય વિષ્ણુકુમાર વિડજા દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en