રેન બસેરા ખાતે રહેતા મહિલાઓ, વૃદ્ધો અને અનાથ બાળકો સાથે કેક કાપી અને નાસ્તો કરાવી ઉજવણી કરાઈમોરબી: ઈસ્લામના મૂળ માનવતાના ધર્મને ઉજાગર કરતું અલરઝા ગ્રુપે મોરબીમાં ઇદે મિલાદની ઉજવણી અનોખી રીતે કરી છે. પેગંબર મોહમ્મદ સાહેબના ૧૫૦૦માં જન્મદિવસની ઉજવણી નિમિત્તે અલરઝા ગ્રુપ દ્વારા મોરબી રેલવે સ્ટેશન રોડ પર આવેલા રેન બસેરા ખાતે રહેતા મહિલાઓ, વૃદ્ધો અને અનાથ બાળકો સાથે કેક કાપી અને નાસ્તો કરાવી ખુશીઓ વહેંચવામાં આવી હતી.આ પ્રસંગે શહેરના મુસ્લિમ આગેવાનો અને માનવ સેવા એજ પ્રભુ સેવા સંસ્થાના અગ્રણીઓ પરેશભાઈ, અસ્મિતાબેન, ખીમજીભાઇ સહિત રેન બસેરાના કર્મચારીઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. સૌએ એક સંદેશ આપ્યો કે ઇદે મિલાદ માત્ર ઉજવણીનો દિવસ નથી પરંતુ માનવતા, પ્રેમ અને ભાઈચારો વહેંચવાનો દિવસ છે. કાર્યક્રમના અંતે, દેશ અને સમાજમાં શાંતિ, એકતા અને ભાઈચારો કાયમ રહે તેવી દુઆ કરવામાં આવી હતી.