મોરબી : મોરબીના નીચી માંડલથી તળાવિયા ગામે જતા માર્ગ પર કન્ટેનર વિજતારને અડકી જતા અચાનક આગ ફાટી નીકળતા જોત જોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નીચી માંડલથી તળાવિયા ગામ જવાના રસ્તા ઉપર વિશાળ કન્ટેનર હેવી વિજતારને અડકી જતા કન્ટેનરના ટાયર સળગી ઉઠ્યા હતા અને જોત જોતામાં આ આગ વિકરાળ રૂપ ધારણ કરી લેતા કન્ટેનરમાં વ્યાપક નુકશાન થવા પામ્યું હતું. બીજી તરફ આગની ઘટનાની કાન થતા તુરત જ મોરબી નગર પાલિકાની ફાયર ટીમ ઘટના સ્થળે જવા રવાના થઈ હોવાનું સતાવાર સૂત્રોએ જણાવ્યું હતું. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='33593,33594']