ખોડીયાર પાર્ક ખાતે રામધૂન અને આરતીનું આયોજન, અગ્રણીઓ અને કલાકારોએ આપ્યો ટેકોઉમિયા સિનિયર સિટીઝન ક્લબના 90 સભ્યો 1 બસ અને 6 ગાડીઓ લઈને જેતપર છાવણીએ પહોંચ્યામોરબી: 'જય જવાન જય કિસાન'ના નારા સાથે ચાલી રહેલા જેતપર કિસાન ઉપવાસ આંદોલન સમિતિને મોરબીમાંથી ઠેર-ઠેરથી ભારે સમર્થન મળી રહ્યું છે. આંદોલનના સમર્થનમાં મોરબીના રોડ પર આવેલી ખોડીયાર પાર્ક સોસાયટી ખાતે રામધૂન અને આરતીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબીની અન્ય સોસાયટીઓના રહીશો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. ખેડૂત સમર્થક અગ્રણીઓ, આગેવાનો તેમજ કલાકારો દ્વારા ધૂન અને પ્રવચન થકી જેતપર કિસાન ઉપવાસ આંદોલન સમિતિને મજબૂત ટેકો પૂરો પાડવામાં આવ્યો હતો.બીજી તરફ, ઉમિયા સિનિયર સિટીઝન ક્લબ મોરબી દ્વારા પણ જેતપર ગામે ચાલતા આ ખેડૂત આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કરવામાં આવ્યો છે. આજે સવારે ક્લબના સભ્યો 1 બસ અને 6 ગાડીઓ લઈને કુલ 90 વ્યક્તિઓ જેતપર ગામે પહોંચ્યા હતા. વીજ ટાવરના યોગ્ય વળતરની માંગ સાથે ચાલી રહેલા આ ઉપવાસ આંદોલનને સમર્થન આપવા અને ખેડૂતોની મુખ્ય 6 માંગણીઓ જલ્દી સંતોષાય તેવી રજૂઆત સાથે ઉમિયા સિનિયર સિટીઝન ક્લબ મોરબીએ જેતપરની મુલાકાત લીધી હતી. ક્લબના સભ્યોએ ઉપવાસી છાવણીમાં જઈને ઉપવાસ પર બેઠેલા ખેડૂતોની તબિયત અંગે પણ પૂછપરછ કરી હતી અને તેમની લડતમાં સાથ આપવાની ખાતરી આપી હતી.#Morbi #MorbiUpdate #Jetpar #KisanAndolan #FarmersProtest #GujaratFarmers #MorbiNews