મોરબી : મોરબીના ઉમિયા સર્કલ નજીક એક અજાણ્યા યુવાનની લાશ કેનાલમાંથી મળી આવતા સનસનાટી મચી જવા પામી છે. જાણવા મળતી વિગતો મુજબ મોરબી ઉમિયા સર્કલ નજીક કેનાલમાં અજાણ્યા યુવાની લાશ પડી હોવાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. બાદમાં આ અજાણ્યા યુવાનની લાશને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પ્રાથમિક તપાસમાં યુવાન અસ્થિર મગજનો હોવાનુ બહાર આવ્યું છે.