મોરબી: જિલ્લાના તીથવા ગામે આવેલા ઉમિયા માતાજીના મંદિરમાં તારીખ 4ને સોમવારે મહાશિવરાત્રીના શુભ દિવસે મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. આ બે દિવસીય મહોત્સવના પ્રથમ દિવસે તારીખ 3ને રવિવારે બપોરે 3:00 વાગ્યે હેમાદ્રિ વિધિ, મંડપપ્રવેશ, જળયાત્રા, કુટિર કર્મ, ધાન્યા ધિવાસ, તથા જલધિરવાસ આરંભ અને બીજા દિવસે તારીખ 4ને સોમવારે સવારે 8:00 કલાકે દેવ પૂજન, હોમ ન્યાસ, મૂર્તિ પ્રતિષ્ઠા જેવા માંગલિક કાર્યક્રમો તથા યજ્ઞનું બીડું 12:30 કલાકે હોમાશે. આ પ્રાણ પ્રતિષ્ઠા શાસ્ત્રી જનકભાઈ મહેતા(ડોડીયાવાળા)ના આચાર્યપદે થશે. આ ઉપરાંત તારીખ 3ને રવિવારે રાત્રે 9:00 કલાકે ધુનડા સજનપરની બાળાઓ રાસ ગરબાની રમઝટ બોલાવશે અને તારીખ 4ને સોમવારે બપોરે 11:00 કલાકે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે. માતાજીના હવનમાં 13 જેટલા લોકો બેસશે તથા તારીખ 4ને સોમવારે સવારે 10:00 વાગ્યે મહંત વિયોગાનંદ સ્વામી(ઇન્દોર), મહંત રાઘવેન્દ્રચાર્ય(ઇસાવા આશ્રમ, ગંગોત્રી), મહંત કૃપાલાનંદ સ્વામી, દામજી ભગત, ભાવેશ્વરી માતાજી વગેરે જેવા અનેક સંતો આશીર્વચનો પાઠવશે. આ કાર્યક્રમમાં રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા, બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ ગાંધીનગરના બાબુભાઇ ઘોડાસરા, ઉમિયા માતાજી મંદિર-સિદસરના ઉપપ્રમુખ જેરામભાઈ વાંસજાળિયા, ટંકારાના ધારાસભ્ય લલિતભાઈ કગથરા, મોરબી માળિયાના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ઉપરાંત બીજા ઘણા બધા અતિથિઓ હાજર રહેશે. સ,અગર જનતાને આ કાર્યક્રમનો લાભ લેવા માટે ઉમા ભંગેશ્વર મહાદેવ સેવા સમિતિના પ્રમુખ હંસરાજભાઇ હાલપરા તથા મંદિરના મહંત હરિદાસબાપુ ત્યાગી, ગુરુ દયાલજીબાપુ ત્યાગી તથા ઉત્તરાધિકારી પ્રાણજીવનદાસ ત્યાગી દ્વારા આમંત્રણ જાહેર આમંત્રણ અપાયું છે તથા વધુ માહિતી માટે 9825314438, 6351351775 તથા 9925743026 પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.