મોરબી : મોરબીના ઉંચી માંડલ નજીક ટ્રેઇલરે બાઈકને હડફેટે લેતા બાઈક સવારનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે તાલુકા પોલીસે ટ્રેઇલર ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ નજીક લહેરી હોટેલ નજીક બાઈક પર જતાં બે યુવાનોને ટેઇલર નં આરજે ૧૯ જીએફ ૪૭૪૫એ હડફેટે લેતા બાઈક પર પાછળ બેઠેલા યુવાનનું મોત નીપજ્યું હતું. જયારે બાઈક ચાલક હાર્દિક વિનોદભાઈ પાડલીયાને ઈજાઓ પહોંચી હતી. આ મામલે તાલુકા પોલીસે હાર્દિકભાઈ પાડલીયાની ફરિયાદના આધારે ટ્રેઇલર ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.