યુપી અને રાજસ્થાન જઇને આવેલા બન્ને યુવાનોના સેમ્પલ લઈને જામનગર રિપોર્ટ માટે મોકલાયા મોરબી : મોરબીમાં કોરોનાના શંકાસ્પદ બે દર્દી સિવિલ હોસ્પિટલમાં આઇસોલશેનમાં દાખલ કરાયા છે. જેમાં યુપી અને રાજસ્થાન જઈને આવેલા આ બન્ને યુવાનોમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તકેદારીના ભાગરૂપે બંનેને સિવિલ હોસ્પિટલમાં આઇસોલેટેડ કરાયા છે અને બન્ને યુવાનોના સેમ્પલ લઈને રિપોર્ટ માટે જામનગર મોકલવામાં આવ્યા છે. મોરબીમાં રહેતો રાજસ્થાનનો 28 વર્ષનો યુવાન આશરે બે મહિના પહેલા થાઈલેન્ડ ગયો હતો થાઈલેન્ડથી પરત આવીને આ યુવાન દિલ્હી અને રાજસ્થાન પણ ગયો હોવાની માહિતી મળી છે. આ યુવાન મોરબી આવ્યા બાદ આજે તેને શ્વાસ લેવાની તકલીફ થતા તેને કોરોનાના શંકાસ્પદ દર્દી તરીકે મોરબીની સિવિલ હોસ્પિટલના આઇસોલેટે વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે આ રાજસ્થાનના યુવાનનું આરોગ્ય વિભાગ દ્વારા ડેઇલી ચેકઅપ કરાતું હતું. જ્યારે બીજો એક 22 વર્ષનો યુપીનો યુવાન કોરોન્ટાઇનમાં ન હતો પણ પણ આજે આ યુવાન હોસ્પિટલમાં ચેક કરવા આવ્યો હતો ત્યારે થોડું શંકાસ્પદ લાગતા આ યુવાનને પણ આઇસોલશેનમાં દાખલ કરાયો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. દુધરેજીયાએ જણાવ્યું હતું કે, બે યુવાનોમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તકેદારીના ભાગરુપે બંને યુવાનોને આઇસોલશેન વોર્ડમાં દાખલ કરી બન્ને યુવાનોના બ્લડ, યુરિનના સેમ્પલ લઈને રિપોર્ટ માટે જામનગર મોકલાયા છે. હાલ બંને યુવાનોની તબિયત સારી છે. જેમના કાલે સાંજે રિપોર્ટ આવવાની શક્યતા છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/