વાંકાનેર : આજે સવારે ઢૂંવા નેશનલ હાઇવે પર કેમિકલ ભરેલા એક ટ્રક હડફેટે બાઇક ચડી જતા બાઇક પાછળ બેસેલી મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઢૂંવા નેશનલ હાઇવે પર કેમિકલની ટેન્ક વાળા ટ્રક નંબર GJ- 12-AT- 7384ના ચાલકે એક ડબલ સવારી બાઇકને હડફેટે લેતા બાઇકમાં પાછળની સીટ પર બેસેલી મહિલા રોડ પર ફંગોળાતા ઘટના સ્થળે જ મહિલાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. રાહદારીઓએ પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો છે. મૃતક મહિલાનું નામ વર્ષાબેન સુરેશભાઈ અને તે મિલપ્લોટમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે.