મોરબી : લોકસભાની મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પુરી થઈ છે. ત્યારે ઘણા મતદાન કેન્દ્રો પર મતદારોને પડેલી અગવડ તેમજ તંત્રના વાંકે મતદાનથી વંચિત રહેલા મતદારોની વ્યથા બહાર આવી રહી છે. મોરબીમાં તંત્રના છબરડાના કારણે બે મતદારો આજે મતદાનથી વંચિત રહી ગયાનો કિસ્સો બહાર આવ્યો છે. મોરબીના જેલચોક પાસે રહેતા અહેમદભાઈ મુલતાનીના પત્નીનું અવસાન થતા ચાર માસ પહેલા પત્નીનું નામ કમી કરવામાં માટે જવાબદાર તંત્રને આપ્યું હતું. પરંતુ તંત્રએ પત્નીની જગ્યાએ પતિ એટલે કે અહેમદભાઈનું નામ કમી કરી નાખ્યું હતું આથી તેઓ મતદાન કરવાથી વંચિત રહી ગયા હતા. જ્યારે બીજી એક એવી ફરિયાદ સામે આવી હતી કે મોરબીમાં રહેતા પટેલ ભગત તુલસીદાસે અગાઉ વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કર્યું હોવા છતાં આ લોકસભાની ચૂંટણીમાં નામ કમી કરી નાખવામાં આવ્યું હતું. જોકે તેમણે સરનામું બદલ્યું ન હોવા છતાં નામ કમી કરી દેવાતાં તેઓ પણ મતદાનથી વંચીત રહી ગયા હતા. આમ તંત્રના વાંકે બે મતદારો પોતાની ફરજ નિભાવવા મતદાન મથકે પહોંચ્યા હતા પણ મતદાન ન કરી શકતા બળાપો વ્યક્ત કરતા પરત જતા રહ્યા હતા. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news